વેલારી


  • ગામ | વેલારી
  • તાલુકો | નસવાડી
  • જિલ્લો | વડોદરા (ગુજરાત)
  • લાભાર્થીનું નામ | ભીલ પ્રતાપભાઈ બાલજીભાઈ
  • બીપીએલ નં | ૩૨૯૮૧૨૨
  • સ્કોર | ૧૩

મેં 2008-09માં ગુજરાત સરકારની સબસીડી અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની લોનની સહાયથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક ભેંસ ખરીદી હતી. તે સાથે મને વાસણનો સેંટ, હાથેથી ઘાસ કાપવાનું મશીન, આરોગ્ય સંભાળ સેવાનો સામાન, પશુ દાણ, જીવાંત નથાય તેવું દાણ અને ભેંસનું ત્રણ વરસનું વીમા કવચ મળ્યું હતું.

ભેંસ દૂધ આપતી હતી તે સમયગાળા દરમિયાન મેં અમારી દૂધ મંડળીમાં 2536 લિટર દૂધ ભરાવીને રૂ. 58,322ની કમાણી કરી. તેમાંથી મેં રૂ. 18,627ની ધીરાણની રકમ પૂરેપૂરી નિગમને પરત ચૂકવી દીધી. વળી, મેં અમારે માટે મોટર સાયકલ ખરીદી અને બીજાની જમીન ભાડે ખેડી આપી. ભેંસના દૂધમાંથી દરરોજ રૂ. 100 કમાઉ છું. તેથી મને કે મારાં પત્નીને બહાર બાજાના ખેતરે કામે જવાની જરૂર પડત નથી. મારા ખેતર ઉપર સારી મહેનત કરીએ છીએ.

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ ને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ તથા NSTDFC ને કારણે અમારી આજીવિકા, સામાજિક દરજ્જો ને કુટુંબનાં આરોગ્યમાં સુધારો થયો છે. અને સરકારના પ્રયત્નો માટે ઋણી છીએ.

વેલારી
1 of વેલારી
સંબંધિત કડીઓ