વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન


gr

  • યોજનાનું નામ | વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન (બીસીકે-૧૩૬) સને ૨૦૦૧-૦૧થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
  • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

    અરજદારે મેટ્રીક્યલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય.

    સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.
  • ધિરાણ મર્યાદા | રુ. ૧૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે./span>
  • અભિપ્રાય / ભલામણ |
    આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

    આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે.
  • લોન પરત કરવાનો સમયગાળો | લાભાર્થી/વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછીથી માસિક/૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે.
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૧૫.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે .
Also in this Section