વાલોથી


  • ગામ | વાલોથી
  • તાલુકો | જેતપુર-પાવી
  • જિલ્લો | વડોદરા (ગુજરાત)
  • લાભાર્થીનું નામ | નાયકા જેન્તીભાઈ ચતુરભાઈ
  • બીપીએલ નં | ૧૧૧૯૧૯૭૩
  • સ્કોર | ૧૩

મેં 2008-09માં ગુજરાત સરકારની સબસીડી અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની લોનની સહાયથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મહેસાણીય ભેંસ ખરીદી હતી. મને તે સમયે વાસણનો સેંટ, ઘાસ હાથેથી કાપવાનું મશીન, આરોગ્ય સંભાળ સેવાનો સામાન, પશુઆહાર અને જીવાત ન થાય તેવું ખાણ-દાણ મળ્યા હતા. વળી ત્રણ વરસનું વીમા કવચ પણ મળ્યુ હતું.

મેં અમારી સરકરી દૂધ મંડળીમાં 1346 લિટર દૂધ ભરી, ભેંસ દૂધ આપે તે સમયગાળામાં રૂપિયા 35,135ની કમાણી કરી. મેં ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની બધી લોન ભરપાઈ કરી દીધી. અને વધારાની રકમમાંથી ભેંસ અને પાડા માટે કોઢ બનાવી તેમજ અમુક રકમ ખેતીમાં રોકી, ફરી ભેંસ વિયાઈ છે. અને પાડી આવી છે. તે રોજ 4.5 લિટર દૂધ આપે છે. જેમાંથી મને રૂપિયા 105ની આવક થાય છે. લોન પૂરેપૂરી ભરપાઈ કરવાથી તેમજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે મારો રસ પારખીને મને બીજીવાર પણ ધીરાણ મળ્યું. આ બે ભેંસોના દૂધમાંથી મને રોજના રૂ. 250 મળે છે. હવે મારા પરિવારે છૂટક મજૂરી માટે જવું પડતુ નથી.

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ તથા NSTDFCના કાર્યક્રમ અમારો સામાજિક દરજ્જો વધારે છે. આજીવિકા પ્રાપ્ત થાય છે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે, કુટુંબનું આરોગ્ય પણ સુધર્યું છે. સરકારની યોજના માટે અમે સરકારના આભારી છીએ.

વાલોથી
1 of વાલોથી
સંબંધિત કડીઓ