શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીનની એજન્સી માટે લોન


gr

  • યોજનાનું નામ | શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ક્રુડ વિતરણની એજન્સી માટે માજીન મની લોન સને ૨૦૦૦-૦૧ થી સરકારશ્રીએ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
  • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો ઉમેદવાર હોવો જોઈએ.

    અનુસુચિત જનજાતિનો શિક્ષિત બેરોજગાર કે જેઓને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ક્રુડ વિતરણની એજન્સી ફાળવવામાં આવે તેમને આ યોજના હેઠળ માર્જીન મની લોન આપવામાં આવશે.

    આવક મર્યાદા નથી.
  • ધિરાણ મર્યાદા / વ્યાજનો દર | બેંક કે અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણના ૨૫ ટકા અને મહત્તમ રુ. ૨,૦૦,૦૦૦/- સુધીની માર્જીન મની લોન મળવાપાત્ર છે. વ્યાજનો દર ૧૪ ટકા.
  • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરીની ભલામણ અને બીન આદિજાતિ વિસ્તારના અરજદારો તકેદારી અધિકારીશ્રી મારફત તૈયાર કરી કોર્પોરેશનને રજુ કરી શકશે.
  • લોન પરત કરવાનો સમયગાળો | માર્જીન મની લોનની રકમને પ્રથમ બે વર્ષ માટે વસુલાતમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારબાદ સાત વર્ષના સરખા હપ્તામાં આ રકમ વસુલાત પેટે પરત મેળવવાની થાય.
Also in this Section