- ગામ | રતનપુરા
- તાલુકો | નસવાડી
- જિલ્લો | વડોદરા (ગુજરાત)
- લાભાર્થીનું નામ | ભીલ લક્ષ્મણભાઈ દોલતભાઈ
- બીપીએલ નં | ૬૮૦૨૪૩૪
- સ્કોર | ૧૬
મેં વર્ષ 2008-09માં ગુજરાત સરકારની સબસીડી અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની લોનની સહાયથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક મુરાર્દ ભેંસ ખરીદી હતી. તેની સાથે મને વાસણનો સેંટ, હાથેથી ઘાસ કાપવાનું મશીન, આરોગ્ય સંભાળ સેવાનો સામાન, પશુ આહાર, જીવાત મુક્ત સાધન અને ભેંસનો ત્રણ વર્ષનો વીમો મળ્યો હતો.
મેં ભેંસ દૂધ આપતી હતી તે સમયગાળામાં રૂ. 47,158નું 2139 લિટર દૂધ અમારી દૂધ સહકારી મંડળીમાં ભર્યું. તેમાંથી રૂ. 13,058નું આદિજાતિ વિકાસ નિગમનું દેવું પૂરેપૂર પરત ચૂકવી દીધું. અમારા માટે પાકું મકાન બનાવ્યું. અને ભેંસ માટે કોઢ બનાવી. અમારી ભેંસ ફરી વિયાઈ અને પાડી આવી છે. આ વખતે મને 1850 લિટર દૂધ મળ્યું. તેમાંથી રૂ. 33,257ની આવક થઈ. અત્યારે દૂધમાંથી રોજની રૂ. 110 આવક થાય છે. તેથી હવે મારા કે મારા પત્નીએ બીજાના ખેતરે મજૂરી કામે જવુ પડતુ નથી.
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગત તથા NSTDFC ને કાર્યક્રમે મને સારી આજીવીકા પ્રાપ્ત, સામાજિક દરજ્જો પ્રાપ્ત થયો. મારુ અને મારા કુટુંબનું આરોગ્ય સુધર્યું. અમે સરકારના આ પ્રયાસો માટે ખૂબ આભારી છીએ.