- ગામ | બામરોલી
- તાલુકા | જેતપુર-પાવી
- જિલ્લો | વડોદરા (ગુજરાત)
- લાભાર્થીનુ નામ | રાઠવા નરેન્દ્રભાઈ બીજલભાઈ
- બીપીએલ નં | ૧૧૧૮૬૬૯૮
- સ્કોર | ૧૬
મેં 2008-09માં ગુજરાત સરકારની સબસીડી અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની લોનની સહાય વડે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક મહેસાણીયા ભેંસ ખરીદી હતી. તેની સાથે મને વાસણોનો સેટ, ઘાસ હાથેથી કાપવાનું સાધન, આરોગ્ય સંભાળ માટેનો સેટ, પશુ આહાર, જીવાત રહિત ખાણ-દાણ અને 3 વર્ષનો વીમો મળ્યો હતો.
ભેંસ દૂધ આપતી હતી તે સમયગાળામા મેં અમારી દૂધ મંડળીમાં 2935 લિટર દૂધ ભરાવ્યુ અને તેમાંથી મને 46,960 રૂપિયાની આવક થઈ. ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની લોનના રૂ. 7000 મેં ચૂકવી દીધા. ભેંસ અને પાડી માટે મેં એક ઘમણ બનાવી તેમજ મારા કુટુંબ માટે એક મોટર સાયકલની ખરીદી કરી. ભેંસ ફરી વિયાઈ છે અને પાડો આવ્યો છે. આ વખતે મને 1805 લિટર દૂધ મળ્યું. જેમાંથી રૂ. 39,742ની કમાણી થઈ. તેમાંથી લોન પેટે બીજા રૂ. 6,000 જમા કરાવ્યા. અત્યારે દૂધમાંથી મને રોજ રૂ. 150ની આવક થાય છે. હું કે મારા પત્નિ હવે ખેતરમાં મજૂરી કામ કરવા જતા નથી.
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ તેમજ ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ અને NSTDFCનો આભાર કે જેને કારણે અમે પેટગુજારા જેટલું કમાઈ લઈએ છીએ. અમારી આવક સારા દરજ્જા અને આરોગ્ય સુધર્યું છે. સરકારનો ખૂબ આભાર.