બામરોલી-૧


  • ગામ | બામરોલી
  • તાલુકા | જેતપુર-પાવી
  • જિલ્લો | વડોદરા-ગુજરાત
  • લાભાર્થીનુ નામ | રાઠવા અશ્વિનભાઈ કાન્તિભાઈ દુલાભાઈ
  • બીપીએલ નં | ૧૧૧૮૬૬૨૮
  • સ્કોર | ૧૬

મેં 2008-09માં ગુજરાત સરકારની સબસીડી અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ધીરાણથી વનબંધુ કલ્યાણ યોજના નીચે ગીર ગાય ખરીદી હતી. તે સાથે અને વાસણોનો એક સેટ, ઘાસચારો, કાયદાનું સાધન, આરોગ્ય સંભાળ સામગ્રીની કીટ, પશુ આહાર, જીવાતમુક્ત દાણા અને 3 વર્ષનો વીમો પણ મળ્ય હતો.

ગાય દૂધ આપતી હતી તે સમયગાળામાં મેં દૂધ મંડળીમાં 1983 લિટર દૂધ ભરાવીને તેની સાથે 24389 રૂપિયા મેળવ્યા અને ગુજરાત આદિજાતિ નિગમની 4000ની લોન ચૂકવી દીધી. મારા કુટુંબમાં મનોરંજન માટ મેં ટી.વી. પણ ખરીદ્યુ અને ગાય માટે કોઢ બનાવી. ગાય ફરી વિયાઈ અને વાછરડી આવી. તે પછી મને વધુ 1000 લિટર દૂધ મળ્યું. જેમાંથી 13,254 રૂપિયા આવક થઈ. આજે આ ગાયના દૂધમાંથી રોજના રૂ. 100ની આવક થાય છે. હવે મારે કે મારી પત્નિએ મજૂરી કામે જવું પડતુ નથી. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ તથા NSTDFCને કારણે મને રોજગારી મળી, સામાજિક દરજ્જો વધ્યો, તથા મારા અને મારા પરિવારના આરોગ્યમાં સુધારો થયો. સરકારના આ પ્રયાસો બદલ ધન્યવાદ.

બામરોલી-૧
1 of બામરોલી-૧
સંબંધિત કડીઓ