સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ


કોર્પોરેશન તરફથી ફક્ત સહકારી મંડળીના આદિજાતિ સભ્યોને વિવિધ હેતુ માટે ધિરાણ કરવાની જોગવાઈ હતી જેને કારણે જે આદિવાસી ઈસમો સહકારી મંડળીના સભ્ય ન હતા તેઓ ધિરાણના લાભથી વંચિત રહેતા હતા જે અન્વયે રજૂઆત કરતાં સરકારશ્રીએ જાહેરનામા -ખ-શ-પ-ટી-ડી-સી ૧૦૯૫-૧૭૦૨-૭૭-૭૭ તા. ૫-૯-૯૭ના રોજ વ્યક્તિગત ધિરાણની મંજૂરી આપેલ છે. જે અન્વયે મૂડીભંડોળ જે આદિવાસી ઈસમ વાર્ષિક એક લાખ (૧ લાખ)ની મર્યાદામાં આવક ધરાવે છે. તેઓની નીચે જણાવેલ હેતુ માટે યોજના અનુસાર રૂ . ૫ લાખ સુધીનું ધિરાણ નાના મોટા રોજગારધંધા ઉઘોગ માટે લાોન ધિરાણ પૂરૂં પાડવામાં આવે છે

હેતુ

ક્રમ હેતુ ક્રમ હેતુ ક્રમ હેતુ
1 સુથારી કામ 30 સ્ટેશનરી દુકાન 59 બ્યુટી પાર્લર
2 કડીયા કામ 31 સ્પેરપાર્ટસની દુકાન 60 શાકભાજી-ફળફળાદી સ્ટોર
3 લુહારી કામ 32 કાપડની દુકાન 61 પગરખાની દુકાન
4 ઝેરોક્ષ કામ 33 કેમેરા તથા વીડીયોગ્રાફી 62 પાનનો ગલ્લો
5 દરજી કામ 34 મસાલા ખાંડવાના સાધનો 63 કોટાસ્ટોન 
6 કરીયાણા દુકાન 35 ટાઇપ ક્લાસ 64 મારબલ
7 મંડપ ડેકોરેશન 36 ઇટવાડા માટે 65 બાલ્ટી મશીન (ક્વોરી મશીન)
8 પ્રોવિઝન સ્ટોર 37 સાદડી વાંસકામ 66 બીલ્ડીંગ મટીરીયલ્સ
9 કોમ્પ્યુટર મશીન 38 વાયરમેનના સાધનો 67 આઇસ્ક્રીમ પાર્લર
10 રસોઇના વાસણો 39 મોટર રીંવાન્ડીંગ 68 ઠંડા પીણા
11 સાયકલ રીપેરીંગ 40 ફેસર મશીન 69 સોડા શોપ
12 ફોટો સ્ટુડીયો 41 અથાણા પાપડી વડી બનાવવા 70 શેરડીના રસનો સંચો
13 ઇલેક્ટ્રોનીક્સ સાધન 42 એસટીડી-પીસીઓ 71 કેટરીંગના ધંધા માટે
14 ઘડીયાળ રીપેરીંગ 43 મીની ઓઇલ મીલ 72 ફેન્સીંગની વાડ
15 સેંટીંગ કામના સાધનો 44 બાજ દળીયાનું મશીન 73 પશુઆહાર વેચાણ
16 વેલ્ડીંગ મશીન 45 ઉંટલારી 74 આયુર્વેદીક નર્સરી
17 બેન્ડવાજા 46 આરસ માંથીમૂર્તી તથા કલા કારીગરી માટે 75 ફર્ટીલાઇઝર
18 પાનનો ગલ્લો 47 લાયવેટર કલ્ટી 76 ઇલેટ્રોનીક્સ ચીજવસ્તુઓની દુકાન
19 માઇક સેટ 48 કંકુ બનાવવાનું મશીન 77 સ્પોર્ટસના સાધનોની દુકાન
20 અનાજદળવાની ઘંટી 49 મોટર ટ્રેનીંગ યુનીટ 78 ચા ની દુકાન
21 ફોટોફ્રેમનો ધંધો 50 હોટલ હાઇવે 79 ફ્લાવર બુકેની દુકાન
22 કંગન સ્ટોર્સ 51 એમ્બ્યુલેન્સ 80 રીક્ષા
23 એગ્રો સર્વિસ સ્ટેશન 52 મારૂતીવાન 81 તબેલો
24 એમ્બ્રોડરી સાધનો 53 છકડો 82 ટ્રેક્ટર
25 સીમેન્ટની હોલસેલ દુકાન 54 ટેક્સી મોટર 83 નાવડી
26 રાઇસમીલ –દાળમીલ 55 ડ્રાઇવિંગ સ્કુલ 84 પીક-અપ વાન
27 સીરામીક 56 ટુર એેન્ડ ટ્રાવેલ્સ    


યોજના

સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી

યોજનાનું નામ કોર્પોરશેશનની મૂડી ભંડોળ યોજના હેઠળ સ્વરોજગારીની યોજના હેઠળ વ્યકિતગત ધોરણે વિવિધ હેતુઓ માટે લોન.
યોજનાનો સમયગાળો નાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અલમ થાય છે.
કાર્યક્રમનો ઉદેશ ગુજરાતમાં વસતા અદિજાતિ ઇસમો આર્થિક રીતે પગભર થાય તે અન્વયે રોજગારી હેઠળ નાના મોટા ધંધા રોજગાર માટે વિવિધ હેતુઓ (યોજનાઓ) હેઠળ નકકી કરેલ વ્યાજના દરે લોન ધિરાણ.
કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકો કોર્પોરેશનની નાણાંકિય ઉપલબ્ધી લાભાર્થીઓની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઇ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે.
લાભાર્થીની પાત્રતા અને માપદંડ લાભાર્થી આદિજાતિના સભ્ય હોવા જોઇએ જેની અવક મર્યાદા વાર્ષિક 1 લાખથી ઓછી હોવી જોઇએ અને જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ છે તેનો અનુભવ હોવા જોઇએ અને તે અંગે મેળવવા પાત્ર જરૂરી લાયસન્સો મેળવેલા હોવા જોઇએ.લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને પપ વર્ષથી વધુ હોવી ન જોઇએ.લાભાર્થી બેન્ક કે અન્ય સંસ્થાનો બાકીદાર ન હોવા જોઇએ.રજુ કરેલ જામીનોની મિલ્કતાના પુરાવા અને જામીનોના સોગંદનામા રજુ કરવા.
સહાયકી વિતરણની પ્રવૃતિ મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક વ્યકિતને આપવામાં આવે છે.
અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો કોર્પોરેશન ધ્વારા આપવામાં આવતી જાહેરાત અન્વયે સબંધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી નિયત કરેલ કિંમતનું અરજી પત્રક મેળવી અરજીપત્રકમાં જણાવેલ વિગતે દરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરી ભલામણ સહ કોર્પોરેશનને મોકલી આપે છે.
અરજીપત્રક સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો
  • લાભાર્થીના આવક/જાતિના દાખલા સક્ષમ અધિકારીશ્રીના.
  • લાભાર્થીની ઉંમરનો પુરાવો.
  • લાભાર્થનો રહેઠાણનો પુરાવો.
  • બેન્ક અને સંસ્થાના બાકીદાર ન હોવાનો દાખલો.
  • સબંધિત ધંધા માટેનું લાયસન્સ.
  • ધંધાના સ્થળ અંગેના પુરાવા.
  • સબંધિત ધંધા માટેના અનુભવનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીએ જે હેતુ માટે માંગણી કરેલ છે તેમાં પેટા માહિતી તરીકે વિજળી જોડાણ તેમજ આનુસાગિક માહિતી આધાર પુરવા સાથે રજુ કરવાના રહેશે.
પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો. કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

ફોર્મ

Also in this Section