નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય


gr

 • યોજનાનું નામ | નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે નાણાકીય લોન/સહાયની યોજના. સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રીએ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
 • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિના નાના વ્યવસાયકાર હોવા જોઈએ.

  અરજદારને એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય મળી શકશે.

  અરજદાર કે અરજદારના કુટુંબના તમામ આવકના સાધનોની કુલ વાષિક આવક રુ. ૨૪૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહી.
 • ધિરાણ/સહાય મર્યાદા / વ્યાજનો દર | નાણાંકીય-સહાય અધિકત્તમ રુ. ૧૫,૦૦૦/- સુધીની મર્યાદામાં ખરેખર ખર્ચના ૨૦% રકમ એ.બી.એન.સી. ગ્રેડના શહેરી વિસ્તારો માટે જયારે અન્ય વિસ્તારો માટે અધિકત્તમ રુ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં ખર્ચના ૨૦% રકમ.

  લોન વ્યક્તિ દીઠ અધિકત્તમ રુ. ૬૦,૦૦૦ ની મર્યાદામાં ખરેખર ખર્ચના ૮૦% રકમ એ.બી. અને સી. ગ્રેડના શહેરી વિસ્તારો માટે જયારે અન્ય વિસ્તારો માટે જયારે અન્ય વિસ્તારો માટે અધિકત્તમ રુ. ૪૦,૦૦૦/- ની મર્યાદામાં ખરેખર ખર્ચના ૮૦% રકમ.
 • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરીની ભલામણ અને બીન આદિજાતિ વિસ્તારના અરજદારો તકેદારી અધિકારીશ્રી મારફત તૈયાર કરી કોર્પોરેશનને રજુ કરી શકશે.
 • લોન પરત કરવાનો સમયગાળો | લોનની ચુકવણી થયા બાદ ૧૨ (બાર) માસ પછી લોનની વસુલાત શરુ થશે. રુ. ૬૦૦૦૦ની લોન ૮૦ એક સરખા માસિક રુ. ૭૫૦ના હપ્તામાં કરવાની રહેશે. મહત્તમ રકમ પહેલા માસિક સરખા હપ્તાથી વસુલ કરાશે. અને બાકીની રકમ છેલ્લા એક હપ્તા/બે હપ્તામાં વસુલ કરાશે.
Also in this Section