સહકારી મંડળી ના સભ્યને વ્યક્તિગત ધિરાણ મૂડી


ભંડોળ માંથી કોર્પોરેશન આદિવાસી ઈસમો કે જેઓ સહકારી મંડળી સંસ્થાના સભ્ય હોય તેઓને ખેતી વિષયક, પશુપાલન તથા સ્વરોજગારી હેઠળ નીચે જણાવેલ વિવિધ હેતુ માટે સહકારી મંડળી મારફતે આવેલ ધિરાણ દરખાસ્તો મંજૂરીનું કાર્ય હાથ ધરે છે.

હેતુ

 • દૂધાળા ઢોર
 • બળદગાડા
 • બળદપાડા
 • ઓઈલ એન્જીન
 • ઈલે. મોટર
 • મત્સ્યોઘોગ (જાળનેટ બોટ)
 • ધેટા-બકરા-સસલા યુનિટ
 • પાઈપ-લાઈન માટે
 • જૂના કૂવા ઉંડા કરવા
 • ખાંડ ઉઘોગ સહકારી મંડળીના સભ્ય થવા શેરલોન
 • સ્વરોજગારીના ઉઘોગધંધા માટે.

યોજના

સહકારી મંડળીના સભ્યને વ્યક્તિગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી

યોજનાનું નામ કોર્પોરશેશનની મૂડી ભંડોળ યોજના હેઠળ સહકારી મંડળી/સંસ્થાના આદિજાતિ સભ્યોને વિવિધ આર્થિક પ્રવૃતિ હાથ ધરવા માટે ધિરાણ.
યોજનાનો સમયગાળો નાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અલમ થાય છે.
કાર્યક્રમનો ઉદેશ સબંધિત વિસ્તારની સહકારી મંડળી/સંસ્થાના આદિજાતિ સભયોને આર્થિક ઉપાર્જન મેળવવા માટે કૃષિ અને પશુપાલન, સ્વરોજગારી અને ઔધોગિક ક્ષેત્રે વ્યકિતગત યોજનાઓ હેઠળ ધિરાણ.
કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકો કોર્પોરેશનની નાણાંકિય ઉપલબ્ધી મંડળીના પેટા નિયમોને આધિન લાભાર્થીઓની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઇ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે.
સંસ્થાની પાત્રતા અને માપદંડ લાભાર્થી આદિજાતિનો સહકારી મ઼ડળીનો સભ્ય હોવો જોઈએ અને સબંધિત હેતુ માટે ધડેલ વિનિયમો અનુસાર ધિરાણ મંજુર કરવામાં આવે છે.
સહાયકી વિતરણની પ્રવૃતિ મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક સહકારી મંડળી/સંસ્થાને આપવામાં આવે છે અને મંડળ/સંસ્થા ધ્વારા લાભાર્થીની માંગણી મુજબ એસેટ ખરીદી આપવામાં આવે છે.
અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો સબંધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી અરજી પત્રક મેળવી અરજીપત્રકમાં જણાવેલ વિગતે દરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરી ભલામણ સહ કોર્પોરેશનને મોકલી આપે છે. અરજીપત્રક વિના મુલ્યે આપવામાં આવે છે.
અરજીપત્રક સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો
 • આવક/જાતિના દાખલા સક્ષમ અધિકારીશ્રીના.
 • સહકારી મ઼ડળીનીલોન માંગણીનો ઠરાવ, પત્રક-૧, પત્રક-૨.
 • સહકારી મંડળીના સભ્ય હોવા અંગેનો દાખલો.
 • અરજદાર બેન્ક/સંસ્થાનો બાકીદાર ન હોવા અંગેનો દાખલો.
 • અરજદારે રજુ કરેલ બે જામીનોની સંમતિ.
 • કરવામાં આવના ધિરાણ સામે નિયમિત વસુલાત ભરવાની બાંહેધરી.
 • રહેઠાણના પુરાવા.
 • અરજીપત્રકમાં જણાવેલ શરતોનું પાલન કરવાનું.
 • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનોપ્રમાણિત કરેલો ફાટો.
પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો. કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

ફોર્મ

Also in this Section