સંસ્થાગત ધિરાણ


મૂડી ભંડોળ માંથી કોર્પોરેશન આદિવાસી વિસ્તારમાં આદિવાસી ઈસમો ની બહુમતી ધરાવતી સંસ્થા ઓ ને તેમના વિસ્તારમાં વિવિધ પ્રવૃતિ હાથ ધરવા માટે અને તેનો લાભ આદિવાસી ઈ સમો ને મળી રહે તે માટે નીચેના હેતુ ઓ માટે ૧૪ના વ્યાજે ધિરાણ કરવામાં આવે છે.

 • જીવન જરૂરી ચીજ વસ્તુ તથા નિયંત્રણ હેઠળ ની ચીજ વસ્તુ ના વેચાણ માટે
 • ગ્રાહક પ્રવૃતિ માટે ધિરાણ
 • ખેત પેદાશ ની ખરીદ વેચાણ પ્રવૃતિ
 • જંગલ ગૌણ પેદાશ એકત્ર કરવા
 • પિયત યોજના (ઉદ વહન સિંચાઇ)
 • ઔઘોગિક મંડળીને મૂડી અને કામકાજના ભંડોળ માટે ધિરાણ
 • ગોડાઉન બાંધકામ માટે મૂડી ધિરાણ
 • સંસ્થાના કામકાજ માટે વાહન ખરીદ વા ધિરાણ (ટ્રૅક્ટર)

યોજના

સહકારી મંડળીઓ એ સંસ્થા ગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી

યોજનાનું નામ કોર્પોરેશનની મુડી ભંડોળ યોજના હેઠળ આદિજાતિ બહુમતી ધરાવતી સહકારી મંડળીઓને સંસ્થાગત ધિરાણ..
યોજનાનો સમયગાળો નાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અમલ થાય છે.
કાર્યક્રમનો ઉદેશ સબંધિત વિસ્તારની આદિજાતિ સભ્યોની બહુમતી ધરાવતી મંડળી/સંસ્થાઓ તેના પેટા કાયદામાં કરેલ જોગવાઈ મુજબની આદિજાતિ સભ્યોના હિત ખાતરની પ્રવૃતિ હાથ ધરવા માટે ધિરાણ કરવામાં આવે છે.
કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકો કોર્પોરેશની નાણાંકિય ઉપલબ્ધી મંડળીની પેટા નિયમોને આધિન પ્રવૃતિ કરવા માટેની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઈ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે.
સંસ્થાની પાત્રતા અને માપદંડ
 • ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ હેઠળ રજીસ્ટર્ડ થયેલ સહકારી મંડળી.
 • રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૮૬૦ હેઠળ રજીસ્ટ્રર્ડ થયેલ મંડળી.
 • આદિજાતિના સભ્યોની બહુમતી ધરાવતી સહકારી મંડળી/સંસ્થા.
 • સહકારી મંડળી/સંસ્થાના પેટા કાયદામાં જણાવેલ ઉદેશ હેઠળની પ્રવૃતિ કરવા માટે.
સહાયકી વિતરણ ની પધ્ધતિ મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક સહકારી મંડળી/સંસ્થાને આપવામાં આવે છે.
અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંર્પક કરવો સબ઼ધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી માહિતી પત્રક મેળવી કોર્પોરેશને નકકી કરેલ વિનિયમો અનુસાર અને સહકારી મંડળીના પેટા કાયદામાં જણાવેલ ઉદેશ અનુરૂપદરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરીભલામણ સહ કોર્પોરેશનને મોલી આપે છે.
અરજીપત્ર સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો/દસ્તાવેજો
 • સહકારી મંડળી/સંસ્થાનો નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ.
 • મંડળી /સંસ્થાના સભ્ય સંખ્યા અને તે પૈકી આદિજાતિ સભ્ય સંખ્યા.
 • મંડળી /સંસ્થાના પેટા કાયદાની નકલ.
 • મંડળીના છેલ્લા ત્રણ વર્ષના સરવૈયા.
 • લોન માંગણી અંગેનો સંસ્થાનો ઠરાવ.
 • નિયત કરેલ પત્રક-૧ અને પત્રક-૨માં સંસ્થાની છેલ્લા ત્રણ વર્ષની માહિતી.
પ્રક્રિયાને લગતી સમસ્યઓ અંગે કર્યા સંર્પક કરવો. કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

ફોર્મ

Also in this Section