એમ.ડી. અથવા એમ.એસ. ડોક્ટરોને વ્યવસાય લોન/સહાયની યોજનાા


gr

 • યોજનાનું નામ | અનુસુચિત જનજાતિના એમ.ડી. અથવા એમ.એસ. (પોસ્ટ ગ્રેજ્યુએટ) ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન/સહાયની યોજના. સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રીએ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
 • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો ઉમેદવાર હોવો જોઈએ

  આ યોજનાનો લાભ અનુસુચિત જનજાતિના એમ.ડી. અથવા એમ.એસ. (પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પદવી ધરાવતા હોવા જોઈએ.

  અરજદારે સરકારશ્રીની આવી કોઈ સરખા પ્રકારની યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ.

  અરજદાર કે અરજદારના મા-બાપ સહીત કુટુંબના તમામ આવકના સાધનોની આવક મહત્તમ ૨,૦૦,૦૦૦/- થી વધવી જોઈએ નહી તે અંગે સક્ષમ અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

  આદિજાતિના ઉડાણના/અંતરયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જ દવાખાનું ખોલનારને અગ્રતા આપવામાં આવશે.
 • ધિરાણ/સહાય મર્યાદા / વ્યાજનો દર | સહાય બેંક અથવા અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણ રુ. ૫૦.૦૦ લાખ સુધીનું ૬% ના દરે ચુકવવા પડતા વ્યાજની ત્રણ વર્ષ સુધીની વધુમાં વધુ રુ. ૩.૦૦ લાખ સુધીની વ્યાજની સબસીડી આપવી.

  વ્યાજનો દર ૬%
 • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરીની ભલામણ અને બીન આદિજાતિ વિસ્તારના અરજદારો તકેદારી અધિકારીશ્રી મારફત તૈયાર કરી કોર્પોરેશનને રજુ કરી શકશે.
Also in this Section