અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતના ધંધા માટે સહાય


gr

 • યોજનાનું નામ | અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર ધંધો શરુ કરવા માટે લોન/સહાય (બીસીકે-૧૩૬) સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
 • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

  અરજદારે કાયદાના સ્નાતક હોવા જોઈએ.

  અરજદારના મા-બાપ સહીત કુટુંબના તમામ સાધનોની કુલ વાર્ષિક આવક રુ. ૨૪૦૦૦/-થી વધુ હોવી જોઈએ નહિ.
 • ધિરાણ મર્યાદા | લોન રુ. ૫૦૦૦/-

  સહાય રુ. ૭૦૦૦/-, કુલ રુ. ૧૨૦૦૦/-

  લોન પર વાર્ષિક વ્યાજનો દર ૪ ટકા રહેશે.
 • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ પેટા વિસ્તારના લાભાર્થી/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

  આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના લાભાર્થીએ તકેદારી અધિકારીશ્રી મારફત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનને દરખાસ્ત રજૂ કરવાની હોય છે.
 • લોન પરત કરવાનો સમયગાળો | લોનનો પ્રથમ હપ્તો લાભાર્થીને ચુકવાય ત્યારથી પાંચ વર્ષના સમય બાદ વધુમાં વધુ ૧૦ (દસ) છ માસિક હપ્તામાં લોન પરત ભરપાઈ કરવાની રહેશે.
Also in this Section