આદિજાતિના વિદ્યાર્થી દ્વારા બેન્ક મારફતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજના દરે વ્યાજ સબસીડી યોજના (Interest Subsidy Scheme at the rate of 6% on loans taken by tribal students for higher studies abroad by banks)


યોજના

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ૬% વ્યાજ સબસીડી

વધુમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન હેઠળ અમલીક્રુત ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લોન યોજના અને ૬% ના વ્યાજના દરે વ્યાજ સબસીડી યોજના બંને પૈકી લાભાર્થી ફકત એક જ યોજનાનો લાભ મેળવી શકશે.

યોજનાનું નામ આદિજાતિના વિદ્યાર્થી દ્વારા બેન્ક મારફતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજના દરે વ્યાજ સબસીડી યોજના.
લાયકાત/પાત્રતા

ગુજરાત રાજ્યના વતની હોય તેવા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જે અંગે અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનુ રહેશે. અન્ય રાજ્યના અનુસુચિત જનજાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.

  • અરજદારે હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  • સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.
વ્યાજની સબસીડી

વિદેશમા ઉચ્ચ અભ્યાસ માટે અનુસુચિત જનજાતિના વિદ્યાર્થી દ્વારા બેન્ક મારફતે મંજુર થયેલ લોન ઉપર રૂ.૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં લોન મેળવેલ હોય તેવા સંજોગોમા લાભાર્થી તરફથી બેંકમાથી લીધેલ લોન તેમજ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર - પુરાવા રજુ કર્યેથી લીધેલ લોન પર જે વ્યાજ હોય તેમાં ૬% ના વ્યાજના દરે વ્યાજ સબસીડી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન મારફતે મળવાપાત્ર થશે.

  • વધુમા વધુ વાર્ષિક રૂ.૧,૫૦,૦૦૦/- ત્રણ વર્ષ સુધી (દર એક વર્ષના અંતે) વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
અભિપ્રાય/ભલામણ

આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ મદદનીશ કમિશનરશ્રી/તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે.


ફોર્મ

Also in this Section