ઈન્ટીગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઈ.ડી.ડી.પી)


gr

 • યોજનાનું નામ | ઈન્ટીગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઈ.ડી.ડી.પી) યોજના એન.એસ.ટી.એફ.ડી.સી. (નેશનલ શિડયુલ્ડ ટ્રાઈબ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન) નવી દિલ્હી પુરસ્કૃત આ યોજના સને ૨૦૦૭-૦૮ થી શરુ કરવામાં આવેલ છે.
 • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

  બી.પી.એલ. લાભાર્થી હોવો જોઈએ.

  અરજદાર દુધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ હોવા જોઈએ

  આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, દુધધારા ડેરી, અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી તેમજ વાંસદા વસુધારા ડેરીની મંજુર થયેલ યોજના હેઠળ તે વિસ્તારના કલસ્ટર વિસ્તારના ગામોના લાભાર્થી જ આ યોજનામાં સાંકળવામાં આવેલ છે.
 • ધિરાણ મર્યાદા / વ્યાજનો દર | યુનિટ દીઠ રુ. ૨૦૦૦૦/- પ્રમાણે ધિરાણ પૂરું પાડેલ છે.

  લોન પર વાર્ષિક વ્યાજનો દર ૬ ટકા છે.
 • અભિપ્રાય / ભલામણ | જે વિસ્તારના જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ મારફત દરખાસ્ત તૈયાર કરાવી પ્રાયોજના વહીવટદારશ્રી ની ભલામણ સહ દરખાસ્ત રજૂ કરવાની હોય છે.
 • લોન પરત કરવાનો સમયગાળો | ધિરાણ આપ્યા પછી ત્રણ માસ બાદ માસિક ૩૦ સરખા હપ્તામાં વ્યાજ સહીત વસુલાત જમા કરાવવાની હોય છે.
Also in this Section