અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય


gr

 • યોજનાનું નામ | અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય (બીસીકે-૧૩૬) સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
 • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

  અરજદારે કાયદાના સ્નાતક હોવા જોઈએ.

  સીનીયર વકીલના હાથ નીચે પ્રેક્ટીસ કરતા હોવા જોઈએ.

  સીનીયર વકીલનો પ્રેકટીસનો ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

  સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.

  સનદ મળ્યા પછી બે વર્ષની અંદર અરજી કરનાર અરજદારને આ લાભ મળી શકશે.
 • સ્ટાઈપેન્ડ / સહાય મર્યાદા | પ્રથમ વર્ષ માટે માસિક રુ. ૧૦૦૦/- લેખે રુ. ૧૨૦૦૦/-

  બીજા વર્ષ માટે માસિક રુ. ૮૦૦/- લેખે રુ. ૯૬૦૦/-

  ત્રીજા વર્ષ માટે માસિક રુ. ૬૦૦/- લેખે રુ. ૭૨૦૦/- કુલ રુ. ૨૮૮૦૦/-

  સીનીયર વકીલને માસિક રુ. ૫૦૦/- લેખે ૩ વર્ષના રુ. ૧૮૦૦૦/- નું એલાઉન્સ મળવાપાત્ર થાય છે.
 • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

  આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના લાભાર્થીએ તકેદારી અધિકારીશ્રી મારફત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનને દરખાસ્ત રજૂ કરવાની હોય છે.
 • સહાય ચુકવવાનો સમયગાળો | મંજુર કરવામાં આવેલ સહાય સીનીયર વકીલના પ્રમાણપત્રના આધારે છ માસિક ધોરણે ત્રણ વર્ષ સુધી (તાલીમના સમયગાળા દરમિયાન) ચુકવવામાં આવે છે.
Also in this Section