ગોપનીય નીતિ


ગુજરાત સરકાર, ભારતના ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની વેબસાઈટની મુલાકાત લેવા માટે અને અમારી ગોપનીયતાની નીતિની સમીક્ષા કરવા માટે આભાર.

તમે જ્યારે અમારી વેબસાઈટનો પ્રવાસ કરો છો ત્યારે અમે તમારા નામ સરનામા જેવી અંગત માહિતી એકત્ર કરતા નથી. તમે જે તે માહિતી અમને આપવાનું પસંદ કરો તો તમારી અંદર માહિતી ઉપલબ્ધ કરવાની વિનંતીના સ્વીકાર કરવા માટે જ અમે તેનો ઉપયોગ કરીએ છીએ.

તમે જ્યારે તમારી મુલાકાત સમંતપણે યોજો છો ત્યારે અમે થોડીક ટેક્નિકલ માહિતી જરૂર એકત્ર કરીએ છીએ. નીચેના વિભાગમાં આ દર્શાવ્યું છે કે અમે તે ટેક્નિકલ માહિતી કેવી રીતે હાથ ધરીએ છીએ કે એકત્રિત કરીએ છીએ, જ્યારે તમે અમારી વેબસાઈટની મુલાકાત લેતા હો છો.

આપમેળે જ એકત્રિત થતી અને સંગ્રહિત થતી માહિતી

તમે જ્યારે બ્રાઉસ કરો છો પાના વાંચો છો કે આ વેબસાઈટ પરની માહિતી ડાઉનલોડ કરો છો ત્યારે અમે આપ મેળે જ તમારી મુલાકાત સંબંધિત માહિતી એકત્રિત કરીને સંગ્રહિત કરીએ છીએ. અલબત્ત આ માહિતીમાં એ નિર્દેશ તો હોતો જ નથી કે તમે કોણ છો. તમારી મુલાકાત સંબંધિત જે માહિતી એકત્રિત અને સંગ્રહિત થાય છે. તે નીચે પ્રમાણે છે.

  • તમારી સેવા ઉપલબ્ધ કરનાર ઈન્ટરનેટનો કાર્યવિસ્તાર (જેમ કે, mtnl.net.in) અને IP એડ્રેસ (IP એડ્રેસ એટલે તમે જ્યારે વેબ સર્ફિંગ કરતા હો ત્યારે તમારા કોમ્પ્યુટરને આપોઆપ જ મળી જતો નંબર)
  • બ્રાઉસરનો પ્રકાર (જેમ કે, Firefox, Netscape, Chrome અને Internet Explorer) અન્ય સંચાલન વ્યવસાય, જેમ કે, વિન્ડોઝ, લીઈનક્સ જેનાથી તમે અમારી વેબસાઈટ સુધી પહોંચતા હો છો.
  • તમારા દ્વારા અમારી વેબસાઈટની મુલાકાતની તારીક અને સમય.
  • તમે વેબસાઈટના જે પાના / URLs ફંફોસ્યાં હોય તે
  • તમે જે કોઈ અન્ય વેબસાઈટની સહાયથી અમારી વેબસાઈટ ઉપર પહોંચ્યા હો તો તે.

આ માહિતીનો ઉપયોગ કેવળ આપને માટે આ વેબસાઈટ વધુ ઉપયોગી બનાવા માટે છે. આ માહિતીને આધારે અમને ખ્યાલ આવે છે કે અમારી વેબસાઈટની કેટલા મુલાકાતીઓ છે. અને તેઓ આ વેબસાઈટની મુલાકાત માટે કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. વ્યક્તિઓ અને તેમની મુલાકાતનો અમે ક્યારેય પીછો કરતા નથી.

કુકીઝ

તમે જ્યારે કોઈ વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે તે અને તમારા કોમ્પ્યુટર પર / બ્રાઉસિંગ ડિવાઈસ પર સોફ્ટવેરના નાના ટૂકડા ડાઉનલોડ કરે છે. જેને 'કૂકીઝ' કહેવાય છે. કેટલાંક કૂકીઝ તમારા કોમ્પ્યુટરની ભવિષ્યમાં ઓળખ કરી શકાય તે માટે હોય છે. અમે માત્ર ‘im persistem’ અથવા pre-session કૂકીઝનો ઉપયોગ જ કરીએ છીએ.

પિ-સેસન કૂકીઝનું પ્રયોજન ટેક્નિકલ પ્રકારનું છે, જેમ કે, આ વેબસાઈટ મારફતે સાતત્યપૂર્ણ પ્રવાસ સુલભ બનાવવો. આ કૂકીઝ મારફતે તેના વપરાશ કારની અંગત માહિતી એકત્રિત કરતા નથી. તમે વેબસાઈટ છોડો તેની સાથે તે ડીલીટ થઈ જાય છે. કૂકીઝ કોઈ કાયમી માહિતી રેકર્ડ કરતી નથી. અને તમારા કોમ્પ્યુટરના હાર્ડ ડ્રાઈવમાં તે સંગ્રહિત પણ થતી નથી. કૂકઝનું સંગ્રહ સ્થાન મેમરી છે. અને સક્રિય બ્રાઉસર સેસન દરમિયાન જ તે ઉપલબ્ધ છે. આથી, તમે બ્રાઉસર બંધ કરો તે સાથે જ અદૃશ્ય થાય છે.

તમે અમને અંગત માહિતી મોકલો છો ત્યારે અમે તમને પ્રતિભાવ આપવા સિવાયની કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરતા નથી. તમામ, અમુક માહિતી માટેના મેસેજનો પ્રતિભાવ પાઠવવા પૂરતો જ તેનો ઉપોયગ છે, જેથી તમને જે જરૂર હોય તે માહિતી તમને ઉપલબ્ધ કરી શકાય. જો તમારો પ્રશ્ન અન્ય સરકારી સંસ્થા સંબંધિત હોય તો તે એજન્સીને તે માહિતી માટે જણાવવા પૂરતી અમે તમારી માહિતી તેમના સાથે વહેંચીએ છીએ. અથવા કાનૂન અનુસાર આવશ્યક હોય તે માટે તેને ઉપોયગમાં લઈએ છીએ.

અમારી વેબસાઈટ વાણિજ્યિક બજાર વ્યવસ્થા માટે માહિતી એકત્ર કરતી નથી. કે અંગત વ્યક્તિગત પ્રોફાઈલ બનાવવાની નથી. સ્થાનિક સંદર્ભના પ્રતિભાવ માટે અથવા તમારા સુચન કે ટીકા ટીપ્પણી માટે તમારે તમારુ ઈ-મેઈલ એડ્રસ આપવુ જ પડે. આવા સંજોગોમાં પણ અમારી સલાહ છે કે તેની સાથે અન્ય કોઈ આંમ માહિતી પાઠવશો નહિ.

તમે જ્યારે કોઈ વેબસાઈટની મુલાકાત લોછો ત્યારે તેઓ તમારા કોમ્પ્યુટર પર સોફ્ટવેરના નાના ટૂકડા ડાઉનલોડ કરે છે. તે કૂકીઝ છે. કોઈક કૂકીઝનો ઉપયોગ ભવિષ્યમાં તમારા કોમ્પ્યુટરની ઓળખ કરી શકાય તે માટે હોય છે. અને તે માત્ર non persisternt cookies અથવા per-session કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.