કાર્ય


gr

અધિનિયમ ની કલમ-૧૬ (૧) અનુસાર ગુજરાત રાજ્યમાં વસતાં આદિજાતિ સભ્યો ની સામાજિક અને આર્થિક ઉન્નતિનું કાર્ય હાથ ધરવાની કોર્પોરેશનની પ્રાથમિક ફરજ રહેશે. અધિનિયમ ની કલમ-૧૬ (૨) અનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જનજાતિના સભ્યો ની સામાજિક અને આર્થિક ઉન્નતિનું કાર્ય હાથ ધરવાની પ્રાથમિક ફરજ અનુસાર પોતાની મેળે અથવા બોર્ડ મંજૂર કરે તેવા અનુસૂચિત આદિજાતિ નાં મંડળો અથવા તેવી બીજી એજન્સીઓનાં સહયોગથી અથવા તેમની મારફતે કૃષિ વિકાસ કાર્યક્રમો, માર્કેટીંગ પ્રક્રિયા ખેતી ના ઉત્પન્નનો પુરવઠો અને સ્ટોરેજ, લધુઉઘોગ, મકાનો નાં બાંધકામ, હેરફેર અને રાજ્ય સરકાર આ અર્થે મંજૂર કરે તેવી બીજી પ્રવૃતિઓનું આયોજન કરવાની અને તે શરૂ કરવાની કામગીરી હાથ ધરવા નું વિશાળ કાર્યક્ષેત્ર પ્રાપ્ત થયેલ છે.

Also in this Section