બેંક મારફતે બાંધકામ અને કૃષિ ક્ષેત્રે મોટા કદ ના વાહનો/મશીનો ખરીદવા લીધેલ લોન સામે વધુમાં વધુ ૯% વ્યાજ સહાય..


યોજનાની ટૂંકી વિગત :

ગુજરાત રાજ્યમાં વસતાં અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં બાંધકામ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો જેવા કે ઓટોમેટિક હાઇડ્રોલિક ઇંટ બનાવવાનું મશીન, કોંક્રિટ બ્લોક બનાવવાનું મશીન, ડીઝલ એન્જિન કોંક્રિટ ટ્રાન્ઝિટ મિક્સર, હેવી ડ્યુટી કોંક્રિટ કટીંગ મશીન, ડિઝલ જનરેટર, કૃષિ ક્ષેત્રે સ્પ્રે માટે વપરાતા ડ્રોન, વેલ્ડીંગ મશીન,5 HP કોંક્રિટ પાવર ટ્રોવેલ, JCB જેવા મોટા કદના મશીનો માટે બેંક માંથી રૂ.૩૫.૦૦ લાખની મર્યાદામાં મેળવેલ લોન સામે વધુમાં વધુ ૯% વ્યાજ સહાય ચુકવવામાં આવશે.

વ્યાજની સબસીડી :

વધુમા વધુ ૯% વ્યાજ સહાય રૂ.૧૭.૫૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

લાયકાત/પાત્રતા :

બેંક દ્વારા રૂ. ૩૫.૦૦ લાખની મર્યાદામાં ઉપરોક્ત જણાવેલ મોટા કદના મશીનો/વાહનો માટે લોન મેળવેલ હશે તેમને લાભ મળવા પાત્ર થશે.

બાંધકામ/કૃષિ ક્ષેત્ર માટેની મશીનરી/વાહનો અરજદાર દ્વારા ખરીદેલ હોય તો તે અંગેનાઅ તમામ આધાર પુરાવા રજુ કરવાના રહેશે. તેમજ બેંકમાં ભરેલ લોનના હપ્તાનું વાર્ષિક બેંક સ્ટેટમેંટ સામે બેંકનું તે મતલબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

અભિપ્રાય/ભલામણ:

આદિજાતિ પેટા વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

Also in this Section