સરકારશ્રી તરફથી મળેલ મૂડી ભંડોળ


gr

કોર્પોરેશનને આર્થિક વિકાસ પ્રવૃતિ હાથ ધરવા માટે જોઇતી મુડી રાજ્ય સરકાર પુરી પાડે છે. રાજ્ય સરકારે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અધિનિયમ કલમ-પ ની જોગવાઈ મુજબ રૂ. ૫.૦૦ કરોડ ની મુડી કોર્પોરેશન માટે ઉપલબ્ધ કરવાની થતી હતી તેમ થયા બાદ સને ૧૯૮૮-૮૯ના વર્ષ દરમ્યાન રાજ્ય સરકારે મુડી ભંડોળની રૂ. પ.૦૦ કરોડ ની આ મર્યાદા વધારીને રૂ. ૧પ.૦૦ કરોડ ની કરી છે. ૧૯૯પ-૯૬ના વર્ષમાં સરકાર શ્રી એ વધારાના રૂ. પ.૦૦ કરોડ મુડી ભંડોળ તરીકે મંજૂર કરેલ છે. આમ, કુલ રૂ. ૨૦ કરોડ ની જોગવાઈ સામે પુરી રકમ કોર્પોરેશનને મળેલ છે. વધુમાં, તા: ૨૬-૧૨-૨૦૦૦ના વટ હુકમ ક્રમાંક: ૮/૨૦૦૦ અન્વયે મુડી ભંડોળની મર્યાદામાં રૂ. પ૦.૦૦ કરોડ સુધીનો વધારો કરેલ છે. તા: ૩૧-૩-૧૬ સુધીમાં કુલ રૂ. ૪૬.૭૯ કરોડ મુડી ભંડોળ સરકારશ્રી તરફથી ચુકવવામાં આવેલ છે.

Also in this Section